બુધવાર, 6 ફેબ્રુઆરી, 2013


6 ફેબ્રુઆરી, 2013

કોઈનો ખાસ આગ્રહ નથી (!) છતાંયે "મજામાં"મા નવો પ્રાણ ફૂંકવાનો નિર્ણય કર્યો છે.

.............................................................................................................................

આ બ્લોગમાંથી -
2012, 14 જૂન; ટિપ્પણ: 
"ગુજરાતીઓની "સામુહિક કુશળતા"થી ગુજરાતમા અને ભારતમા સોનેરી નહિ તો રૂપેરી સુરજ જરૂર ઉગશે!"


એ સંદર્ભમા, વિચારક ગુજરાતીઓ માટે એક વિચાર-વિનીમય: 

અમેરિકામા રેહતા ભારતીય લોકોને યહુદી  લોકો માટે નાનીમોટી  જાણકારી હોય છે. ધંધા શીકે આ કોમ બધી રીતે હોશીયાર છે;  અંહીના શેરબજાર અને રાજકારણમા તો એમનુ બહુ વજન પડે.   

સવાલ-જવાબ:
1: આવી ઉસ્તાદ કોમ "પોતાના" યહુદી દેશ ઇજરાએલમા કેવી  રીતે રાજ કરતી હશે?
2: ગુજરાતીઓ પણ ચકોર ને વહવારુ હોય છે. તો ન્યુ જર્સીના ગવર્નર ક્રીસ ક્રીસ્તી માટે તેમને શું લાગે છે?                                    
   તેમને આવા "માથાભારે ને આખાબોલા" માણસ સાથે ફાવે છે કે નહી?
3: તેની સરખામણીમા, બીજા બે ગવર્નર--હીલી અને જિંદાલ--ઢીલા છે એવું ખરું?
4: ઉપરના બે ભારતીય-અમેરિકન નેતાઓની સરખામણીમા, અસલ ગુજરાતી એવા નરેન્દ્ર્ મોદી માટે તમારો શું અભિપ્રાય છે? તેમને વડા પ્રધાનની  ખુરશી આપવી જોઈએ કે નહી? શું લાભાલાભ? 
5: કોઈ ગુજરાતી યહુદી ભાઈબેનને તમે ઓળખો છો?

......................................................................................................

ઉપરની ટીપ્પણમાંથી એક વધુ વાત:

"દેશમા એક બાજુથી કૂદકે ને ભુસકે વિકાસ થઇ રહ્યો છે તો બીજી બાજુએ રોજબરોજના જીવનમા અનેક મુશ્કેલીઓ છે. હમણા "ગેલપ સર્વે" થયેલો તેમા જણાવ્યુ કે ત્રીજા ભાગના ભારતવાસીઓને પૂરતુ સુખ કે સંતોષ નથી."


આને મળતી બાબતમા, છેક 1950મા વિનોબા ભાવેએ શું લખ્યું તે જોઈએ:


આખાય જગતમાં ગરીબોની આજે એવી દીનદશા છે કે કોઈ માતાની જેવી ઉત્કટ તલ્લીનતાથી તેમને સંભાળવાની, અને સંભાળવાની જ નહીં પણ તેમની સર્વાંગી ઉન્નતિ કરવાની જે હિંમત બાંધે ને હોંશ રાખે, તેણે જાણે સર્વ દોશોનો નાશ કરનાર હરિનામના મંત્ર જેવો ગુણ પ્રાપ્ત કર્યો એમજ કહેવું જોઈએ. 
(વિનોબાની ભૂમિકા; પુસ્તક-"ગાંધીજી અને સામ્યવાદ; લેખક, કિશોરલાલ મશરૂવાળા, 1951)

સવાલ-જવાબ:

હાલના, આધુનિક ગુજરાતમાં, ગરીબોની દીનદશા કેવી છે?