શુક્રવાર, 24 એપ્રિલ, 2015

4 - 24 - 15

તમારો ગમો-અણગમો અને તમારા સૂચનો?!
આપણી જટીલ સમ્સ્યાઓનો સામુહિક ઉકેલ?!

(સંજોગોવશાત, આવી બાબતમા રસ ન હોય અને આગળ ન વાંચી શકો તો ખોટું નહિ લાગે! તમારી સદ્દ્ભાવના હોય તો પણ ઘણુ.)*


ભારત, અમેરિકા અને દુનિયામા બધા સુખી છે કે નહિ? તમને એમ લાગતું હોય કે ત્રાસ તો ઘણો છે - ખાસ કરીને ગરીબોને- તો નીચેના મુદ્દા માટે તમારા મનામા શું વિચારો આવે છે?:

બધી જ બાબતોમા ધાર્યાં કરતા પ્રગતિ ઓછી છે?
તેના કારણો શું?
તમારું ભણતર અને અનુભવન જોતાં આનો ઉકેલ શું?
આ દિશામા તમે પાયાના, અસરકારક કામ થતાં જોયાં છે? અથવા તમે જ આવા કામમાં ભાગ લઈ રહ્યાં છો?
આવું નક્કર કામ કરવાવાળા લોકોને તમે ઓળખો છો?


ઉપર બહુ જ ટૂંકમા એક રૂપરેખા આપી; હવે તમે પણ થોડુંઘણું કંઈક ઉમેરો તો સારું!
સમરસિયા અને સમવિચારકો સાથે મળીને પણ "ભેજાનું દંહી" કરી શકે! એ માટે વધુ રસિક ભાગ આવતા અંકે!
.........................................................................................

*આવા "કેસ"મા, રોજ અમેરિકન ટીવી અને તેની  જા.ખ.થી  ટેવાયેલા લોકોને  એક સલાહ: Ask your doctor why you don't have interest in such matters! (તમે પણ કમાલ છો, વાંચીને થોડું તો હસો!)

ગુરુવાર, 8 જાન્યુઆરી, 2015

1  8  15

પેરીસમા ખબરપત્રીઓની હત્યા


એક વિચાર: તમારો વિચાર?

જીસસ-ગાંધીની જેમ ક્ષમાવ્રૃત્તિ રાખવી--કાયદાને એની રીતે કામ કરવા દેવું.
મુસ્લીમ ભાઈબેનો પાસેથી વિચારવિનીમયથી જાણવું કે આ કઈ રીતે અટકાવી શકાય?
ગરીબ મુસ્લીમ-બીનમુસ્લીમો માટે, બધા જ ધર્મોવાળાએ ભેગા થઈ રાહતના કામો યોજવા

સોમવાર, 5 જાન્યુઆરી, 2015


1 - 5 - 15

શું  ખબર  છે?  કંઇ   નવીન?

તમારા -
સૂચનો
સવાલો
ટીકા-ટીપ્પણ
જાણવા જેવી "લીંક્સ"

તાત્કાલિક 2 બાબતો માટે:

1 નરેંદ્રભાઈનો  દિલ્હી દરબાર-કારભાર
2 મા ભારતની પ્રગતિમા સોનીયાબેનના કુટુંબનું  જમા-ઉધાર પાસું
 નવનિર્માણ:
ભારતનુ...સમાજનુ...વિચાર વિનિમયની રીતરસમનુ.....

1 "યથા રાજા તથા પ્રજા; યથા પ્રજા તથા રાજા" એ સિધ્ધાંતોને અનુસરીને, ગામેગામ "આધુનિક" ગ્રામપંચાયતોની(Block Committees etc.) મદદથી, નરેન્દ્રભાઈ, સોનિયા કે જયલલીતા જેવા નેતાઓને કેવી રીતે "સલાહ-સહકાર" આપી શકાય તેની વિચારણા માટે સમય પાકી ગયો છે ખરો?

2 નમોતંત્રે સૌથી પહેલું શું કામ કરવુ તેનુ એક નમ્ર સૂચન:
  પ્રજાના ગરીબવર્ગ--મુસ્લીમો સીકે--ના પ્રશ્નો માટે બે રીતે જાણકારી ભેગી કરવી:
  (1) સમાજશાસ્ત્ર કે "પોલીંગ"ની મદદથી તેમની મુશ્કેલીઓનુ સર્વેક્ષણ
  (2) અર્થશસ્ત્રીઓ, સમાજશાસ્ત્રીઓ, વેપારી આલમ, સમાજસેવકો વગેરેનો તટસ્થ અભિપ્રાય મેળવવો
  આ માહિતીને આધારે, આ વર્ગને જલદીથી સારી તકો મળે તેવા પગલાં વિના વિલંબે લેવાય તેની        માગણી   કે "ચળવળ" કરવી.

3 "મજામા"મા રજુ થયેલા વિચારો શિક્ષીતો, કોમ્પ્યુટરથી પરિચીત વ્યક્તિઓ સિવાય ઓછુ ભણેલા લોકોમા પણ ફેલાય તે માટે શું કરવું?

ખરું કહીએ તો, આવા કામમા બધાની જ નાનીમોટી મદદ મળે તો જલદી કામ થાય!

(નોંધ: આ લખાણમા ઘણો સુધારો કરવાનો બાકી છે)