ગુરુવાર, 14 જૂન, 2012



હવે લાંચરુશ્વતથી  પણ એક મોટા પ્રશ્નની વાત કરીએ: આઝાદી પછી 65 વરસના--એક આખી પેઢી જેટલા--સમય બાદ, ભારતમાતાના કુટુમ્બની શું પરિસ્થિતિ છે એ બાબત માટે દરેક ભારતીયને પૂરતી ખબર ન હોવી જોઈએ?

દેશમા એક બાજુથી કૂદકે ને ભુસકે વિકાસ થઇ રહ્યો છે તો બીજી બાજુએ રોજબરોજના જીવનમા અનેક મુશ્કેલીઓ છે. હમણા "ગેલપ સર્વે" થયેલો તેમા જણાવ્યુ કે ત્રીજા ભાગના ભારતવાસીઓને પૂરતુ સુખ કે સંતોષ નથી.

લક્ષ્મી, સરસ્વતી અને ઇંન્દ્રના લાડકા એવા મોટા માણસોને આ વિષયની સારી એવી સમજ હશે જ. આમા મોટા પ્રાધ્યાપકો, વેપારીઓ, ધનપતિઓ, નિષણાતો, બેંકરો, મોટા સરકારી અધિકારીઓ અને સત્તાધારીઓ  આવી જાય. સામી બાજુ, સામાન્ય માણસો આવા અગત્યના વિષય માટે કેટલુ જાણે છે એ કેમ શોધવુ?

આને જ લગતી બીજી એક બાબતનો ઉલ્લેખ કરીએ. સમાજને દરેક સ્થરે તમને એવા લોકો મળશે જે પોત પોતાની રીતે દેશ કે સમાજ માટે કંઇ કરી રહ્યા છે. થોડા એવા પણ હશે  કે જેમણે પોતાના ભણતર, આવડત કે અનુભવથી પ્રેરાઇને કંઇક નવું પણ વિચાર્યુ હશે. આપણે આશા રાખીએ કે "મજામા?" જેવા પત્ર કે "બ્લોગ"ના માધ્યમ દ્રારા આપણે એમના વિચારો જાણી શકીએ તેમ જ વધુ વિચારવિનીમચ કરી શકીએ. કોઇપણ રર્ચનાત્મ્ક ને ઉપયોગી કામની શરુઆત સારા, મૌલિક વિચારોથી થતી હોય છે.

જે ભાઇબેનોને નીચેની બાબતો લાગુ પડતી હોય તેમનો સહકાર મળે તો મોટુ કામ થઇ જાય!
1
દેશપ્રેમ અને લોકો માટેની લાગણી
2
સમયની અનૂકુળતા
3
જ્ઞાન, પૈસા કે સત્તા
4
ઉત્સાહ ને ઉમંગ

ગુજરાતીઓની "સામુહિક કુશળતા"થી ગુજરાતમા અને ભારતમા સોનેરી નહિ તો રૂપેરી સુરજ જરૂર ઉગશે!

જય ગુજરાત! જય ભારત! 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો