બુધવાર, 13 માર્ચ, 2013

["મજામા?": નાનીમોટી ખબરોને સાચીખોટી રીતે સમજવાનો એક હળવો-ગંભીર, કડવોમીઠો પ્રયોગ!]

( નીચે મગજને કસરત મળે તેવી, જાણવા જેવી ચાર વસ્તુઓ--અ,બ,ક,ડ-- આપી છે. [યાહૂનું અનુકરણ!] જે ન સમજે એને સમજવો?!! જસ્ટ કિડિંગ--just kidding![અમેરિકાનું અનુકરણ!] )


નોંધ:
1 હજી આ બ્લોગમાં સુધારાવધારા કરવાનુ બાકી છે. દા.ત."મારા વિશૅ"(Profile)--એ ગુજારાતીમાં મૂકવાનું નથી બન્યું. આ બાબતમા કોઈ જાણકારની મદદ મળે તો કામ થઇ જાય! સીલિકોન વેલીના એક જાણીતા ભકતકવિએ કહ્યું છે તેમ, "ટેકીજન તો તેને કહીએ જે (IT)આઈ.ટી.નું  દુખ જાણે રે".
2 હમણા તો જોડણી પર ધાર્યું ધ્યાન નથી આપી શકાયું.
3 આગળ ચાલતાં યુવકવર્ગ માટે બધું અંગ્રેજીમાં ભાષાંતર કરીને પણ લખવું પડે.
4 તમારો અભિપ્રાય અંગ્રેજીમાં લખી મોકલશો તો પણ ચાલશે.
5 સંજોગોવશાત, આ બ્લોગની ગાડી રજવાડા વખતની બાપુની ગાડી જેમ ડચકા ભરતી આગળ વધે છે! અત્યાર સુધી આપેલી નોંધો-postsનો ક્રમ કદાચ ગુંચવાડાભર્યો લાગે. જોકે આપણે જાણીએ છીએ એમ બ્લોગ એ એક નોંધપોથી કે રોજનીશી છે એટલે છેક શરૂઆતમાં લખેલી વસ્તુનુ સ્થાન સાવ નીચે હોય એ સ્વાભાવિક છે.

આ કારણે જ એક જરૂરી વિનંતી:
ફીલસુફ પર્સીના (પાઋષી) ફોટોવાળી, (14 જૂન,2012) નોંધથી આ આખો બ્લોગ વાંચવાનુ ચાલુ કરો તો આ અવનવા પ્રયાસનો હેતુ શું છે તે વધુ સારી રીતે સમજાશે.

............................................................................................................................................

બ,ક

બે વિચાર:

(1)
સમાજના વિકાસમાં પાયાનો ફાળો આપતા હોય તેમાના થોડાં લોકો:

હોંશીયાર વિધ્યાર્થી
હોંશીયાર જુવાન વેપારી
સારા શિક્ષક
સમજુ ને પીઢ માબાપ
ભલા ને વ્યવહારુ સમાજસેવક
હોંશીયાર, સમજુ, વ્યવહારુ ને પ્રમાણિક લોકપ્રતિનિધીઓ...........

તમને નથી લાગતું કે સમાજમાં આવા લોકોની સંખ્યા વધતી જાય તો દેશ આખાનો સીનો ફરી જાય?
તો,આવી વ્યક્તિઓને કેમ શોધવી? તેમને વધુમાં વધુ પ્રોત્સાહન, ટેકો કે મદદ કયા રૂપમાં આપી શકાય? આ વિશે હવે આપણે બધાંયે સાથે મળીને વિચારવિનીમય કરવાની જરૂર ઊભી થઈ છે કે શું?
આ વિષય માટે તમારા વિચારો લખી મોકલો; તમારા જ્ઞાન અને અનુભવનો બીજાને લાભ મળે તો  સારૂં.

........................................................................................................................

(2)
તાલીબાન સ્ત્રીશિક્ષણ માટે સામે ચાલીને હા પાડે તો?


એવું શું કામ ન બને? કામ સારું હોય તો અશક્ય વસ્તુ પણ શક્ય થઈ જાય છે.

સ્થળ:  ગરીબી ને હાડમારી વાળા પ્રદેશો જેવા કે અફઘાનીસ્તાન, પાકિસ્તાન વગેરે
ઉપાય:  સમાજમાં જરૂરી ઉપયોગી પ્રવ્રુત્તિઓ અને શિક્ષણનો સમ્નવય

1 આધુનિક વિજ્ઞાન અને સાધનસામગ્રીનો ઉપયોગ કરીને સરળ ને સસ્તી રીતે ઘરકામની પધ્ધતીઓમાં સુધારા લાવવા. છોકરીઓને નાનપણથી જ આ માટે વ્યવસ્થીત શિક્ષણ આપવું. આ વિધ્યાર્થીનીઓ ભણતા ભણતા, ઘરમાં અને બહાર અભણ બૈરાઓને બધું શીખવે અને મદદ કરે. ભણતર પત્યાં પછી આમાંથી સહકારી ધંધા જેવું પણ ઊભું કરી શકાય. આવા ઉપયોગી કાર્ય માટે તાલીબાનને શું વિરોધ હોઈ શકે? તે લોકો પણ ગરીબ વર્ગને મદદ કરવામાં માને છે.
2 બાળઉછેર
3 માંદાઓની સારવાર ને સંભાળ
4 વ્રુદ્ધજનોની સંભાળ
5 વધુ વ્યવસ્થીત તેમજ આધુનિક ખેતીકામ, ઢોરઉછેર, ગ્રુહઉધ્યોગો, હસ્તકળાઓ વ.

રોજના જીવનની આવી બધી વસ્તુઓમાં સ્ત્રીશિક્ષણથી ગજબનો ફેરફાર થઈ શકે.

6 આ ઉપરાંત, ભણેલી સ્ત્રીઓ પોતાના ધર્મને વધુ ઊંડાણથી સમજી શકશે. તાલીબાન પોતે પણ ધાર્મિક
સંસ્કારો ફેલાવવા માંગે છે. આ હેતુથી પણ તેમણે સ્ત્રીશિક્ષણ વધાવી લેવું જોઈએ.

આ ક્રાંન્તિકારક વિચાર માટે નીચે જણાવેલા લોકો કે સંસ્થાઓનો શું મત છે તે જાણ્વું જોઈએ.
"જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત" એ ધ્યાનમાં રાખીને, ગુજરાત ઉપરાંત બીજા સ્થળોમાંથી પણ મતમતાંતર જાણવા જોઈએ.
દા.ત. મુંબઈ જેવા શહેરો, પાકીસ્તાન, આફ્રીકા, ફીજી, ઓસ્ટ્રેલીઆ, યુરોપ, બ્રિટન, કેનેડા, અમેરીકા વ.

1 ચુવાન વિધાર્થીનીઓ અને સ્ત્રીઓ
2 શાળા-કોલેજના શિક્ષકો--ખાસ કરીને સ્ત્રીશિક્ષિકાઓ
3 ધંધાની દુનીયામાં પ્રવુત્ત બહેનો
4 મહિલા સંસ્થાઓ
5 સ્ત્રી નેતાઓ અને સમાજસેવકો
6 કલા અને આનંદપ્રમોદના ક્ષેત્રમાં સક્રીય બહેનો
7 ઇસ્લામ અને બીજા ધર્મના ધર્મગુરુઓ, વિદ્વાનો,પ્રચારકો વ.--ખાસ કરીને જાણકાર વિદ્વાન સ્ત્રીઓ;
   ઇસ્લામના બીનમુસ્લીમ નિષ્ણાતો શું કહે છે એ પણ જાણવું જરૂરી છે.
8 અલબત્ત તાલીબાન માટેના જાણકાર એવી વ્યકતિઓનો પણ અભિપ્રાય પૂછવો.

બહેનોને પૂછીએ એ સ્વાભાવિક છે; પણ બાકી તો ઉપરના ક્ષેત્રમાં જાણકાર ભાઈઓ સાથે પણ વાત કરવી જોઈએ.
ખાસ કરીને મુસ્લીમ ભાઈબેનોને શું લાગે છે તે જાણવું ખાસ જરૂરી છે.

જૂદાજૂદા પ્રદેશોમાં આવા જરૂરી વિષયની ચર્ચા કરવા નાનામોટા જૂથ પણ ઊભા થાય એવું બને. આ
બધી પ્રક્રીયામાંથી એક પ્રક્રારનું ચિત્ર ઊભું થાય અને નક્કર પગલાંઓ માટે સૂઝ પડે. આપણે આશા રાખીએ કે આવી શાંતીમય જનજાગ્રુતિ દ્વારા મુસ્લીમ સમાજનો અને સ્ત્રીશિક્ષણનો એક જટીલ પ્રશ્ન ઉકલે. આના પરીણામે, બીજી બાબતોમાં પણ આવા પ્રયોગો અજમાવવામા આવે તો સોનામાં સુગંધ ભળે.

................................................................................................................................


આના અનુસંધાનમાં જુન 14,20012ના બ્લોગમાં આપેલી નોંધ ફરી નીચે મૂકીએ છીએ:

જે ભાઇબેનોને નીચેની બાબતો લાગુ પડતી હોય તેમનો સહકાર મળે તો મોટુ કામ થાય!
1
દેશપ્રેમ અને લોકો માટેની લાગણી
2
સમયની અનૂકુળતા
3
જ્ઞાન, પૈસા કે સત્તા
4
ઉત્સાહ ને ઉમંગ

................................................................................................................................................................................

"કંઈ નવીન?..... સમાચાર, વિચાર, ટીકા-ટીપ્પણ, ટૂચકા, ગપ્પા-સપ્પા, ......જીવનના અનુભવો, જૂના જમાનાની વાતો?.......ભાઈસાબ, કંઈક તો કો!"

  

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો