શુક્રવાર, 24 એપ્રિલ, 2015

4 - 24 - 15

તમારો ગમો-અણગમો અને તમારા સૂચનો?!
આપણી જટીલ સમ્સ્યાઓનો સામુહિક ઉકેલ?!

(સંજોગોવશાત, આવી બાબતમા રસ ન હોય અને આગળ ન વાંચી શકો તો ખોટું નહિ લાગે! તમારી સદ્દ્ભાવના હોય તો પણ ઘણુ.)*


ભારત, અમેરિકા અને દુનિયામા બધા સુખી છે કે નહિ? તમને એમ લાગતું હોય કે ત્રાસ તો ઘણો છે - ખાસ કરીને ગરીબોને- તો નીચેના મુદ્દા માટે તમારા મનામા શું વિચારો આવે છે?:

બધી જ બાબતોમા ધાર્યાં કરતા પ્રગતિ ઓછી છે?
તેના કારણો શું?
તમારું ભણતર અને અનુભવન જોતાં આનો ઉકેલ શું?
આ દિશામા તમે પાયાના, અસરકારક કામ થતાં જોયાં છે? અથવા તમે જ આવા કામમાં ભાગ લઈ રહ્યાં છો?
આવું નક્કર કામ કરવાવાળા લોકોને તમે ઓળખો છો?


ઉપર બહુ જ ટૂંકમા એક રૂપરેખા આપી; હવે તમે પણ થોડુંઘણું કંઈક ઉમેરો તો સારું!
સમરસિયા અને સમવિચારકો સાથે મળીને પણ "ભેજાનું દંહી" કરી શકે! એ માટે વધુ રસિક ભાગ આવતા અંકે!
.........................................................................................

*આવા "કેસ"મા, રોજ અમેરિકન ટીવી અને તેની  જા.ખ.થી  ટેવાયેલા લોકોને  એક સલાહ: Ask your doctor why you don't have interest in such matters! (તમે પણ કમાલ છો, વાંચીને થોડું તો હસો!)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો